Tuesday, 8 November 2016

સાંજીગઝલ: ૩


સાચવું છું શબદમાં હોવાપણુ તારું સદા
તોય પણ તારા સુધીય વિસ્તરી શકતું નથી
હેમા ઠક્કર "મસ્ત "

હસ્તરેખા હોય નિશ્ચિત જન્મથી દોરાયલી,
રખ માટે હળને કોઈ જોતરી શકતું નથી
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

કેટલા શમણાં બળીને રાખ થઈ ઊડી ગયા,
વેદનાંને પારખી એ ઘા ભરી શકતું નથી
જ્ન્નત

फक्त  कागळना बधा टुकड़ा बनीने रही गया
बेंकना  सिवाय कोइ संधरी शकतुं नथी
-सर्जक

ફુલને કોઈ સભામાં જોતરી શકતું નથી,
કંટકોનાં દર્દ સંગે એ સરી શકતું નથી
જ્ન્નત

ભીતરે લાવા બળે હોઠો પર અજવાસ છે
જે અગન અંદર જલેછે એ ઠરી શકતું નથી
ભારતી ગડા

અમીર  આજે ગરીબ બની ગયો
ગરીબ આજે અમીર બની ગયો.
જે. ડી

No comments:

Post a Comment