Tuesday, 8 November 2016

ગઝલ

લાવ પાનેતર મને સપનું વરી શકતું નથી,
માંડવેથી એક જણ પાછું ફરી શકતું નથી.

સ્વપ્નમાં પીંછું, વધીને નોટમાં દોરી શકો,
પ્રેમથી જોતાં રહો, ફરફરી શકતું નથી.

રેત ભીની થાય એથી શું ફરક એને પડે ?
એક પગલું યાદ તારી સંઘરી શકતું નથી.

હાથ ખાલી છે છતાંયે ભીંસ મારી રાખજો,
કૈદ મુઠ્ઠીમાં કશું એવું, ખરી શકતું નથી.

જીવને ખાલીપણું ફાવી ગયું છે એટલું,
પાંપણોમાં કૈદ આંસુ પણ ઝરી શકતું નથી.

આલાપ

No comments:

Post a Comment