બેકરારી આજ મનની આરસીમાં નીખરી
હોશમાં દિલ આવવાની માગણી કરતું નથી
સાથ તારી ચાલતાં સાર્થક થશે જીવન અહીં
ગાંઠ વાળી અંતરે બસ આચરી શકતું નથી
આપવાની બાબતે મન માપણી કરતું નથી
પ્રેમમાં દિલ કો ' કદી પણ સાચવી શકતું નથી
સૂર્ય સામે આંખ માંડી ગોઠડી કરતું નથી
સાંપડેલું સત્ય કોઇ આચરી શકતું નથી
યાચના સંતોષવા વિભુને મનાવે સૌ અહીં
દીપ પ્રગટાવે ભલે પણ આરતી કરતું નથી
માધવી ભટ્ટ
No comments:
Post a Comment