Tuesday, 8 November 2016

ગઝલ

...


    કોઈ  ઇચ્છાથી  વધારે  પાંગરી  શકતું નથી,
   કે હરણ ક્યારેય મૃગજળમાં તરી શકતું નથી.

   શું હશે એ વેદના, ऋतु ના પણ સમજી શકે,
   પર્ણ પીળું છે છતાં આજે ખરી શકતું નથી,

   રે અરે  દરિયા ! હવે  મૂકી દે તારી સાહ્યબી;
   કોઇ તરસ્યું ખોબલો પાણી ભરી શકતું નથી.

  આ સમય 'ઉસ્તાદ' છે એને બચાવી જો શકો,
  એ  બધાને  વાપરે, પણ  વાપરી  શકતું  નથી.

                   -કૌશિક પરમાર ' ઉસ્તાદ '

No comments:

Post a Comment