એજ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શકતું નથી.
છે રમત છાયા અને તડકા તણી જિંદગી,
દર્દ વિહવળતા વિના મન વિસ્તરી શકતું નથી.
કૈં કથાઓ વીસરાઈ ગઈ સમયના વ્હેણમાં,
સંઘરી ક્ષણ યાદમાં મન વીસરી શકતું નથી.
ધગધગે હ્રદય મહીં , તું આગ જોઈ ના શકે,
આંસુ પણ જે પાંપણેથી નીતરી શકતું નથી.
શ્વેત વસ્ત્રો માં રહી બાજી બધી ખેલ્યા કરે ,
કદ મુજબ કોઈ કફનને વેતરી શકતું નથી.
' દાજી'
No comments:
Post a Comment