રોજ ઉત્સવ છે !
યાદ ને એહસાસ તમારો રોજ ઉત્સવ છે
શ્વાસોશ્વાસમાં વાસ તમારો રોજ ઉત્સવ છે
મૌન રહો હોઠો ઉપર ખામોશી છવાયેલી હો
સપના માં પણ ભાસ તમારો રોજ ઉત્સવ છે
તમારા આગમને નજર ક્યાં મળે કોઈ સાથે
કદીક મળે બાહુપાશ તમારો રોજ ઉત્સવ છે
દિવાનો છું પાગલ થવાની વાર ક્યાં છે હવે
મંજુર ભલે ઉપહાસ તમારો રોજ ઉત્સવ છે
શબ્દ ભાષા તમોને સમજાય તે ખબર નથી
હૃદયસિંહાસને ખાસ તમારો રોજ ઉત્સવ છે
પ્રેમનું પ્રાગટ્ય કેમ કરી કરવું તે જાણતો નથી
તથ્ય ન વાણી વિલાસ તમારો રોજ ઉત્સવ છે
સમર્પિત થવું શ્વાસ ને હૃદય ધબકાર આપી ને
બનું ભલે નિષ્પ્રાણ લાશ તમારો રોજ ઉત્સવ છે
કાયમ અબોલા રહો અકારણ મંજુર છે અમને
મંજુષા એટલી રહો પાસ તમારો રોજ ઉત્સવ છે
'હેમ ' તે સોંપી દીધી જીવાદોરી પ્રેમની ભેટ માં
વિનંતી માત્ર રાખો દાસ તમારો રોજ ઉત્સવ છે
હેમેન્દ્ર જોશી
No comments:
Post a Comment