1)
વાદળી કરે
તાંડવ આકાશમાં,
ગડગડાટ.
વિજળીના ધડાકે,
ઝાડ ધ્વસ્ત કડાકે.
2)
ભરી વસંતે,
પર્ણ લીલુડી ડાળે
કરગરતું,
અંતે ખર્યું પાંદડું
રઝળતા આંગણે.
3)
આવકારો પામે
ઉષ્ણ અશ્રુ,
શુષ્ક
અધરના આંગણીયે.
4)
શરદનો ચાંદ
પૂર્ણિમાએ,
હતો
થોડો ઘણો દાગ વાળો.
5)
ઝૂલતી વ્યથા,
એક કંપન દોરે,
સૂના વડલે.
ખોવાયો એક ઝૂલો,
ઓલવાયો છે ચૂલો.
6)
અશ્રુનો દરિયો
ખળખળ
વહે,
બંધ આંખ કૈંક કહે.
- "કજલ"
No comments:
Post a Comment