નથી હું રેહવાનો! શૌર્ય.
નથી હું અહિયાં રેહવાનો
નથી કોઈને કશું કેહવાનો
હું તો અહિયાં ત્યાં , ઉપર નીચે , આગળ પાછળ ,
આમ તેમ , આજુ બાજુ , ચારેય બાજુ
ધસમસતા નદીના પ્રવાહની જેમ વેહવાનો
નથી હું અહિયાં રેહવાનો
નથી કોઈને કશું કેહવાનો
ચિંતા નથી મને આ સમાજની , કે શું કહેશે ?
ફિકર નથી મને આ જગતની , કે રેહવા દેશે?
ખબરદાર જો કોઈએ મને કાંય પણ કીધું છે તો
ઘણું બધું સહ્યું છે મેં આ જીવનમાં
હવે નથી હું સેહવાનો
હું તો અહિયાં ત્યાં.......
પાપ અને પુણ્યના ગોટાળે ચઢાવી
મને ડરાવાનો વ્યર્થ પ્રયત્ન ના કર,
તેત્રીસ કરોડ છે જગતમાં કોઇતો હશે જ
મારું જા થાય એમ કર,
સારા કામના મેં કર્યા છે સરવાળા અને ગુણાકાર
નથી હું આ સમાજ જેવો ઢોંગી જેણે કર્યા છે
આ માનવજાતના બાદબાકી અને ભાગાકાર
મને ડરાવાની કોશિશ ના કર હું તો માણસ છું આકાશ,અગ્નિ,જળ,જમીન,હવાનો
હું તો અહિયાં ત્યાં.......
- શૌર્ય
No comments:
Post a Comment