Sunday, 6 November 2016

ગઝલ

નજર

નજર હેરતઅંગેઝ જાદુ ઇલમ કરે  છે
ગમે દર્દ પર ઝખ્મ ની મલમ બને છે

મળે ક્યારે રોમાંચકારી ક્ષણો  લાવે છે
અતીતના મધ મીઠા સ્મરણો લાવે છે

શિકારી   સમ  વેધક  બાણ  ચીંધે   છે
હૃદયના  સરસંધાનથી અચૂક વીંધે છે

નજર નિર્દોષ શરમ ઘેલી ઢળેલી લાગે 
કરતબ તેના સીંદરી જેમ વળેલી લાગે

જામ છલકાવે પ્રેમ ના મલકતી   આવે
ક્યારેક વર્ષામાં ઢેલ જેમ ઢળકતી આવે

કામણ એવા કરે  દિલે થાય   ગુદગુદી
નયન બાણ તીવ્ર થાય ખુદની ગુમસુદી

લપેટે પૂર્ણ રીતે ને લે ભરડો અજગરી
કામિની ની નજર ની અજબ કારીગરી

ભલભલા ચમરબંધીને પળ માં તોડતી
લંકાની લાડી ને ઘોઘા  સાથે   જોડતી

નજર સુરક્ષિત બચી સમજી ને ચાલવું
પણ મળે કોઈ મધુર તો પ્રેમે  મહાલવું

હેમ નહિ મળે શબ્દો નજર કરે પાંગળા
મહાન કઈંક ને જોયા થતા   ગળગળા

ડો.હેમેન્દ્ર જોષી

No comments:

Post a Comment