તું હવાની લ્હેરખી ને તું જ તારો છાંયડો,
તું પરબ પાણી અને તું જ માટીનો ઘડો.
રાસ દેખી દાઝતો તું હાથ છે નરસિંહનો,
તું જ ગોપીભાવ છે ને તું જ તારો ક્હાનડો.
તું કબીરી હાલ છે ને તું જ તારું વસ્ત્ર છે,
તું જ એકાન્તિક છે ને તું જ બાજારે ખડો.
રાયથી નાનો છતાં છે પ્હાડથી મોટો અને,
શીખવે છે તું ઘણું,સાહેબ છે તું તો બડો.
તેં ઉશેટી કેટલું ભેગું કર્યું તારા થકી,
હાથ ના કંઇ પણ રહ્યું,માત્ર માટીનો દડો.
- અનિલ વાળા
No comments:
Post a Comment