જુઠી ઠરેલી વાતને સ્થાપી શકાયના,
હકના પરાણે પારખાં આપી શકાયના.
જેના ભરોસે ચાલતી જીવન સફર સદા,
તેના કરમ ની ચાલને માપી શકાયના.
ચાહો.વધારે એટલા અળખામણા બનો,
જડતા ભરેલા ભાવને છાપી શકાયના.
વરસી રહેલા હેતમાં જનમે ઉમીદ પણ,
ભીતર સળગતી આંચમાં તાપી શકાયના.
વંઠી ગયેલા દૌરને નડતી પરંપરા,
દંભે ચડેલી જાતને થાપી શકાયના.
સીધા કહેલા વેણના ખોટા અરથ ઠરે,
મનમાં.ભરેલા દ્રેષને કાપી શકાયના.
હૈયે મઢેલી લાગણી રાખી.ચલો મગર,
માસૂમ દમનની રીતમાં વ્યાપી શકાયના.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment