શુભ પ્રભાત
શુભ દિવસ
...
આખી દુનિયામાં બિચારાં એક તું ને એક હું,
એક બીજાના સહારા એક તું ને એક હું.
જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા એક તું ને એક હું.
ચાંદસૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી,
બે જ છે એવા સિતારા એક તું ને એક હું.
એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.
બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.
બાકીની બેફામની ગઝલો રે'કે ન રહે,
રહી જશે બે શેઅર સારા એક તું ને એક હું.
- બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment