Friday, 23 December 2016

ગઝલ

તારા પ્રણયથી દુર થતો જાવ છું
ઘટના વડે ઘેઘૂર થતો જાવ છું

જોઈને દીલેરી હું દરિયા તણી
જો તુ નદી હું પુર થતો જાવ છું

મોઘમ નયનના તુજ ઇશારે હવે
હું યે નશામાં ચુર થતો જાવ છું

પીધો ગઝલનો જામ છે એટલે
હું યે હવે મશહૂર થતો જાવ છું

ચકલી ઉડી મારા ખભેથી ભલા
ને લોક સમજ્યા ક્રુર થતો જાવ છું

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment