અશ્વ
મેં
વર્ષો પહેલાં
આદરેલો અશ્વમેઘ યગ્ન
હજુયે પૂરો થયો નથી.
હું રાહ જોઉં છું
મારા ઘોડાનાં મરવાની.
પહેલાં એ યગ્નમાં જતો
હવે જાય છે રેસમાં.
પુરાતનકાળમાં
અશ્વશાળામાં રહી ચૂકેલો
કરબલાનાં મેદાનમાં વિંધાઈ ચૂકેલો
રામાયણ- મહાભારતના અશ્વદળોમાં રખડેલો
રઝળેલો-તાજો-માજો-સાવ સાજો
મારો ઘોડો
બંદૂકનો ઘોડો પડતાંની સાથે
ગોળીની જેમ ભાગે છે,હવે.
ક્યારેક
મારામાં,તમારામાં, આપણામાં
ઓચિંતું હણહણીને
યાદ દેવડાવે છે :
આપણી આદિમ અવસ્થાની.
- અનિલ વાળા
No comments:
Post a Comment