એકબીજાનો સાથ છે,
હાથમાં ઝાલ્યો હાથ છે...
મંઝીલ છો ને દૂર હો,
સાથી સહુ સંગાથ છે...
અેકબીજાનો સાથ છે...
અતિઅઘરું આ કામ છે,
હૈયે છતા પણ હામ છે..
આંખો સપનાથી સભર,
રમતગમત વ્યાયામ છે.
એકબીજાનો સાથ છે....
દિલ પર રાખી ...
હાથ કહું છું,
સોગંદ મને છે ...
આ ધરતીનાં...
જીવનમાં જીતવું લક્ષ્ય છે...
રાહમાં મારી જીત છે..
હરીફોને હંફાવશું,
મન ભરીને માણશું,
જીવન પણ એક ખેલ છે
જીતીને પાછા આવશું.
એકબીજાનો સાથ છે....
જીત્યા પછી
રહું સહજ,
હારું છતાં પણ,
જીવું સહજ,
જોમ, જુસ્સો,તાકત છે,
રમત અમારો શ્વાસ છે,
જીતવું ને હારવું જીવનની એ રીત છે,
ખેલકૂદ માટે નસ- નસમાં જાગી પ્રીત છે...
એકબીજાનો સાથ છે....
ડૉ.અયના ત્રિવેદી
'અયુ'
No comments:
Post a Comment