-:થાય છે હવે :-
દુનિયા અધર્મને જ શરણ થાય છે હવે.
કોણે ખબર કે કોનું મરણ થાય છે હવે ?
તું માણસાઈ તો બધી ભૂલી ગયો અહીં,
કોનું રહી રહીને સ્મરણ થાય છે હવે ?
છેદીને નાભિ માત આ રાવણને કોણ દે ?
જ્યાં રામ હસ્તે સીતા હરણ થાય છે હવે.
મૃગજળ બની હૃદયમાં રહે છે બધા અહીં,
કે એટલે જ સૂકું ત્યાં રણ થાય છે હવે.
ઈશ્વરની સંગ જંગ છેડે મિત્રતા થકી,
સર્જક એવા ક્યાં મિત્ર કરણ થાય છે હવે ?
-ગૌતમ પરમાર "સર્જક"
No comments:
Post a Comment