Thursday, 22 December 2016

ગઝલ

આ શબ્દોનું શું ગજુ મુજને તો હું મૌનમાં માપું છું
ક્યારેક તો સ્થિરતામાંય ખાલીપાનો પંથ કાપું છું

ને અંતે પડછાયો લંબાયો એની પરાકાષ્ઠા સુધી
તો જીવન સંધ્યાના ગર્ભમાં એક સવાર રાખું છું

જલબિંદુ સઘળા થયા એકઠા ફૂલોના મંચ ઉપર
એની ક્ષણભંગુરતાને સાધનાનું નામ હું આપું છું

તો જ આશા એને તડકાની રાખી હતી સૂર્યોદયે
ક્યારેક હું પણ ઝાકળ જેવું જ જીવવાનું રાખું છું

અંદાજ મારી હયાતીનો કરાવ્યો તાજા ઝખ્મોએ
ત્યારથી જ તો શ્વાસે શ્વાસે તારી જ માળા જપું છું

આ રોગ પ્રેમનો થયો હવે અસાધ્ય તો શું થયું ?
ઔષધો તેથી અંતરમાં એની યાદોના જ રાખું છું

આ જીવનની વસંતનો"પરમ" વૈભવ ને આ ઠઠારો 
તેથી જ "પાગલ" પાનખરને નવપલ્લવિત રાખું છું

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment