Thursday, 22 December 2016

ગઝલ

દોસ્તી માં એકબીજાની કદર હોવી જોઇએ,
તુજને પણ આ વાતની ખબર હોવી જોઇએ.

નિષ્ફળ સંબંધો નો દોષ આજ તુજ ને દઉં છું,
કિંન્તુ મારી યે લાગણી માં કસર હોવી જોઇએ.

દૂર થવા દો આ રાતને, કિરણ ઉભરી આવશે,
જો ને અંધકારમાં જ ક્યાંક સફર હોવી જોઇએ

મૌન ની ભીંતર માં હજારો ગાથા સમાયેલી છે,
અંશ્રુને પણ જાણે વાચાની જરૂર હોવી જોઇએ

જયાં પૂર્ણ થાશે મિલન કેરી આશ મંઝિલ ની,
ત્યાં  થી જ નવી 'પ્રીત' ની લહર હોવી જોઇએ.

Priti j bhatt "prit"

No comments:

Post a Comment