Thursday, 22 December 2016

ગઝલ

.
શ્વેત સાદા વસ્ત્રમાં ઢોંગી હતાં,
વસ્ત્ર ભગવાં આજ તો દાગી હતાં,

ધર્મની ખોલી દુકાનો જેમણે,
કેમ ક્હેવું કે બધાં ત્યાગી હતાં.

રોજ ભાષણ જે કરે વૈરાગનું,
એજ અંદરથી બધાં રાગી હતાં.

મોહ માયા જેમને સ્પર્શે નહીં,
માનવું કે એજ વૈરાગી હતાં.

હોય એવું  બોલવું આદત હતી,
એજ કારણથી અમે બાગી હતાં.

          અલગોતર રતન "નિરાશ"

No comments:

Post a Comment