*ગઝલ*
મદિરાથી ભરેલા,મેં સનમ ત્યાં જામ જોયા છે,
હતા મ્હેફીલમાં સૌ, ત્યાં ઘણા બદનામ જોયા છે
થયાં ના જે સગા મારા,ધરા પર ક્યાં હતાં સારાં ?
સગાના ભરબજારે, પ્રેમ ના અંજામ જોયા છે,
કરે છે હર સમય જેનાં ભજન, એનાં પ્રભુને તો,
અયોધ્યા બાગમાં ફરતા, એ સીતા રામ જોયા છે,
કર્યા જેવા કરમ એવા ધરા પર ભોગવો પોતે
પ્રભુ એ તો કરેલા આ કરમ ના કામ જોયા છે
ધનિકો જે થયાં છે ,પાપને ભેગું કરીને સૌ,
બધે આવાં જ લોકોને થતાં, નીલામ જોયા છે,
*_૨૨ / ૧૨ / ૨૦૧૬_*
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment