Thursday, 22 December 2016

ગીત

ભીંત્યુનો ભરોસો અકબંધ છે જી રે,
ઓલ્યુ ઘર અમને છોડીને નહીં જાય હો,
એવી વિદાયું અમારાથી નહીં ખમાય હો,
ભીંત્યુનો ભરોસો અકબંધ છે જી રે,

અમને ઝુંપડીયું કીધાના મેણાં લાગતા રે,
ભૂંડી છે લોકલાજુ હો જી,
કાંઇ કાયાના કૂબાને અમે ઢાંકીયા રે,
મોભ રે વળ્યાં આ બાજુ હો જી,

અમારાથી ચાંદરણાં કેમ પકડાય હો,
ભીંત્યુનો ભરોસો અકબંધ છે જી રે,

કેડથી વળી છે ઘરની પછીત રે,
પાયામાં દબાયા કૈંક ઓરતા હો જી,
ચૂલામાં આળેટે આછાં ગીત રે,
ખૂણાનાં ગુગળિયાં આછું ફોરતા હો જી,

પીડ્યું આ અણોહરી નહીંખમાય હો,
ભીંત્યુનો ભરોસો અકબંધ છે જી રે,

                   - અનિલ વાળા.

No comments:

Post a Comment