Thursday, 22 December 2016

બે ગીત

ચાલ!દુ:ખના દરિયાને ઉલેચીએ,
ને સુખની આ પળોને માણીએ.

જિંદગી મળી છે,તને ખૂબ અનમોલ,
તો એને સુખનાં ત્રાજવાએ તું તોલ,
નાહકની આમ ખોટી ચિંતા કરીને,
સાથે બીજાને કેમ દુ:ખી કરીએ?
  ચાલ દુ:ખના દરિયાને...................

પીટી દે ઢંઢેરો તું,
ને બજાવી દે તું ઢોલ,
દુ:ખના રોદણાં રોવા કરતાં,
સુખનો ખજાનો ખોલ.
સૌને સુખની પળો વહેંચી ને,
સૌના દિલમાં સારું સ્થાન પામીએ.
   ચાલ!દુ:ખના દરિયાને..................

ચાલ!દુ:ખના દરિયાને ઉલેચીએ,
ને સુખની આ પળોને માણીએ.       
........................ઘનશ્યામ(શ્યામ)

ગઝલ છે આ તારી ને મારી કહાની,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.

તું એનો સૂર છે તો હું એનો તાલ છું,
તું એનો છંદ છે,તો હું અલંકાર છું, 
વ્યથાની કથા છે એમાં લખાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.
    ગઝલ છે આ તારી ને..............
તું એની જાન છે તો હું એની શાન છું,
તું એનું ગીત છે તો હું એનું ગાન છું,
પ્રિતની તો પ્યાસ છે એમાં બુઝાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.
    ગઝલ છે આ તારી ને..............
તું એની "સીતા" છે તો હું એનો "રામ" છું,
તું એની "રાધા" છે તો હું એનો "શ્યામ" છું,
પ્રેમની અમરગાથા એમાં છે સમાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી,
    ગઝલ છે આ તારી ને..............

ગઝલ છે આ તારી ને મારી કહાની,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી. 
.......................ઘનશ્યામ(શ્યામ)

No comments:

Post a Comment