Thursday, 22 December 2016

ગઝલ

ના કરીશ ગુસ્સો હવે હદ થઈ જશે
આપને મનાવવા ગદગદ થઈ જશે !

લ્યો હું પણ ચાલ્યો રિસાઈ આપની જેમ ,
વર્ષો નો આ પ્રેમ મારો સરહદ થઈ જશે!

આજ સુધી મારી ચાંદની ખીલી ખીલી હતી,
ને હવે  રાતલડી મારી વદ થઈ જશે!

નહોતી ખબર કે આમ ભરતી થઈ જશે,
નાવ મધદરીયે આવશે ને બે હદ થઈ જશે !!

માની જા ને હવે ને મનાવીલે  મને ,
નહિ તો "શ્વેત"કફન સંગ સંવાદ થઈ જશે!!!

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment