Tuesday, 20 December 2016

ગઝલ

ફરર્.. ફરર્.. કરતાં ફેલાવી દે પાંખ,
મુઆ ટેન્શનના ટપાલીની આંખ !

દાણા ને પાણીની ભૂખ-પ્યાસ મટ્યાનો થાકેડો રોજિંદી ઘટના,
માળાની મજબૂતી નીંદર તો આપે પણ આવે ક્યાં તૃપ્તિના સપનાં !
આવેલો કંટાળો કોણ કહે સાંખ ?
મુઆ ટેન્શનના ટપાલીની આંખ !

વખ્ખતની આરી આ વહેરે છે હળવેથી નામ જેનું 'કાયમની ડાળ',
ટહુકામાં પડઘાશે ક્યાં લગ હે પંખીડા ! વીતેલી કાલોને ગાળ,
ભાખેલું,ચોળેલું ઝટ ભૂંસી નાંખ,
મુઆ ટેન્શનના ટપાલીની આંખ !

-જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment