આવ છું તો જાવ પણ છું, તું કે તો રોકાવ છું
એક ઘા ના બે જ કટકા, આ રીતે વેચાવ છું
આમ જૂઓ તો બધે છું, વાસ મારો કણ- કણે
દિલ જેનું સાફ એવા, માણસ ને દેખાવ છું
કર્મ કોને લાગતું નથી, કર્મ થી પર કોણ છે.?
પાપ પુણ્યો ના હવે આ, છાબડે તોલાવ છું
રામ રૂપી નામ જાણો, ગુણ કેરા કામ છે
તે છતાયે કૈંક આજે, પથ્થરે પુંજાવ છું
મોલ એના થાય જેની, કિંમતો ઉંચી હશે
હું ફુટેલી કોડીઓના , ભાવ થી અંકાવ છું
ઇશ
સતીષ નાકરાણી
No comments:
Post a Comment