આભલે તો આંસુ ઘેરાય ને,
થાય વરસા ; દિલ ઘવાતું હોય તો.
એ હસી ને હું ઘવાયો ને હવે,
એ જ ઘા થી દિલ ચિરાતું હોય તો?
રાત કાળી તો થવા તૈયાર છું,
કાજળ બની જો વસાતું હોય તો.
ના રડો આ રીતથી ; એ.. થોભજો!
કો રુદનમાં પણ તણાતું હોય તો.
બેવફા એ ખૂન ની તો છાંટ છે,
નામ જ હિનાથી લખાતું હોય તો.
ઝાંઝવા પીવા પડે છે ને હવે?
પ્રેમ તણું જળ કળાતું હોય તો.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment