મોસમ કેરી ડાળખીએ કેમ ઝુલતાં રે ફૂલડાં ?
ને પંખીના ટહુકારે કેમ ટહુકતાં રે ફૂલડાં ?
છૂટ્ટા હાથે ફૂલડાં તો વેરતાં રે ફોરમ જાણે,
હિસાબ લેતી ઋતુઓ, ઋણ ચૂકવતાં રે ફૂલડાં.
ઋતુઇશારે ખેલ દેખાડતાં ઓલાં ફૂલડાં જાણે,
દોરી ઋતુઓનાં હાથમાં, કાષ્ઠપૂતળી રે ફૂલડાં.
મધુરગાનથી ઓલા પંખીઓ ગૂંજવતાં પ્રકૃતિ,
એમને ખોળે બેસાડી સંગીતા બન્યા રે ફૂલડા.
તાણી લાવતા કલરવી ચાંચથી પંખીઓ પરોઢ,
ત્યારે સૂરજદાદાને વંદન કરતાં રે ફૂલડા.
લીલો,પીળો ને ગુલાબી એમ ત્રણ રંગ મોસમનાં,
એમાં તરબોળ બની પક્ષીઓ ઝૂલતાં રે ઝૂલડાં.
શું પ્રીત તેઓને બાંધતી કે તેઓજ બાંધતાં પ્રીત ?
પ્રીતથી ગૂંથેલ ઝૂલડે કેમ ઝૂલતાં રે ઝૂલડાં ?
- નરેન્દ્ર ચૌહાણ, અમરેલી
ડૉ.યશવંત ત્રિવેદીના પુસ્તક '' આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી '' (સને : ૨૦૦૪) માં સ્થાન પામેલી મારી રચના.
No comments:
Post a Comment