Monday, 26 December 2016

गझल

🔹એક ગઝલ ~ દિનેશ દેસાઈ🔸

બ્રહ્મનો અજવાસ રોમેરોમમાં,
સૂર્યનો અજવાસ રોમેરોમમાં.

હો અમીરી કે ગરીબી, સ્થિરતા;
સ્થિતપ્રજ્ઞવાસ રોમેરોમમાં.

ને તળેટી-ટોચ, કોઈ ફેર ક્યાં?
પંડનો વિશ્વાસ, રોમેરોમમાં.

નીર ઝમઝમ હોય, ગંગા તીર હો,
એક માલિક ખાસ રોમેરોમમાં.

પ્રાર્થના કે બંદગીનો સાર શો?
સારનો સારાંશ રોમેરોમમાં.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment