Sunday, 25 December 2016

ગઝલ

ખાસ અરજી પછી એ ખુશીથી મનાયો હશે,
એટલે  આભ  તારો  ઉપરથી  ખરાયો હશે.

ઓગળેલી દિશા,બેખબર મંઝિલો, છે ઘણું,
ઝાંઝવું જોઇ તારું રસ્તો પણ ધરાયો હશે.

ઝુંપડી શોધવા હું ભટકતી  રહી  દરબદર,
એ ખુદા! એ ડગર થી અહીં પણ રિસાયો હશે?

આથમેલા ઉઝરડે ને ચોળી ગયેલાં સપને,
નામ લઈ એનું એ જીવ સોડે પુરાયો હશે.

અધખુલેલા નયન ના ઢળેલા પછી પોપચા,
આંખથી લઈ હદય દ્વાર ચિત્રથી સજાયો હશે.

રણઝણે માયલો ભીતરે એક તું નામથી,
રાગ અંતરનો અંતર થકી ત્યાં ગવાયો હશે.

કોડ ક્યાં છે જ જીવન ના જાજા હવે નામનાં,
આજ ખંડેર થી મ્હેલમાં જશ્ન પાયો હશે.

વાત ઝાઝી નહોતી અને એ જુની પણ ન'તી,
ભર મહેફીલ માં દાવ અંગત રમાયો હશે.

આંખથી આંખની વાત થાતી હશે એટલે,
એ અધરથી અધરનો ઇશારો ચુમાયો હશે.

જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment