Sunday, 25 December 2016

કાવ્ય

તમે જો બનશો પુષ્પ પરોઢિયા નું....
ભમરો બની ભવ્યતા રચી જઈશ હું....!!

ને બની વાદળ ઊડશો તમે આકાશે...
હાથ હિમાલય નો બની ભેટી પડીશ હું..!!

જો વહેશો હવામાં અદ્રશ્ય અનીલ સમ...
ગંધ બની રેલાઈ ને ફેલાઈ જઈશ હું...!!

બની વાંસળી વાગશો કૃષ્ણા અધરોઍ..
તો ગીત થઈ તમારું ગુંજન બની જઈશ હું..!!

ને સૂર સન્નાટા નો બની પધારશો તો...
શોર ઍ પણ શાંતિથી સાંભળી લઈશ હું...!!

હો કોઈ પણ અંગ અસ્તિત્વનું તમે.....
આંખ આકાશ ની બની જોયા કરીશ હું....!!

જો આવશો મારું મોત બનીને તમે....
તો મરીને પણ જિંદગી જીવી જઈશ હું...!!

ને “પરમ” બનીને પ્રગટશો જીવનાંતે....
“પાગલ” બની અર્પણ થઈ જઈશ હું....!!!

No comments:

Post a Comment