Monday, 19 December 2016

ગઝલ

ગઝલ  : -  પ્રાર્થના પ્રેમની.
---------------------------------------------
છંદ  : -  ગાલગા - 4
--------------------------------
રેશમી દર્દ છે વેદના પ્રેમની.
તે છતાં સૌ કરે કામના પ્રેમની.

પ્રેમ કરવો અનોખી કલા છે સનમ,
પણ નિભાવો તો છે સાધના પ્રેમની.

જે ફના થાય છે પ્રેમના પંથમાં,
મેળવે છે ઘણી નામના પ્રેમની.

ના બને એમ આસિમ કલાપી અહિં,
કોઇ તાકાત છે શબ્દનાં પ્રેમની.

જિંદગી બસ વિતે પ્રિયની સાથમાં
એ 'ધમલ' હોય છે પ્રાર્થના પ્રેમની.

              --  દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment