Thursday, 22 December 2016

અછાંદસ

#રંગીન યાદો#

રંગથી રંગાયેલા સ્વપ્નો,
રંગીન સરિતાના રંગીન નીરમાં,
રમતા રમતા રંગે રગદોળાયા,
ને વાતો વાતોમાં રંગની એણે રંગોળી રચી,
રંગના રજથી રંગીન રાજ્ય રચ્યું,
રંગીન રાહી અને રંગીન રાહ,
રાગ રંગ સભર રેલાતો રહ્યો ને,
રગે  રગમાં રંગના મોજા ઉછળ્યા ,
ત્યાં તો રંગીન પાણીની પિચકારી છૂટી ને,
રંગીન સ્વપ્નોથી ઘેરાયેલી આંખલડી ઉઘડી,
હું સાચુકડા જીવનમાં રંગે રંગાયો ને,
એ વીતેલા ક્ષણો ને રંગરાણીની;
વર્ષોથી ઘેરાયેલી યાદો લઈ,
રંગ બેરંગી પાંખો વાળું
આવી બેઠું દિલે પતંગિયું.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment