Friday, 23 December 2016

गझल

##તમે##

રાત અંધારી અને આવી મળો છો તમે,
દૂધમા સાકર જ એવા તો  ભળો છો તમે.

જો તમે આવો અહીં બિલ્લી પગે જ ભલે,
પણ  દિલે તો દીપ થૈ  કાયમ બળો છો તમે.

ક્યાં થવાનું છે જરા ય પણ નુકશાન તમને,
ને કમાણીમાં ય તો પ્રેમ જ રળો છો તમે.

હાર માં તો જીત આ જોને મળી જાય છે ,
આજ જાણ્યું  કે હવે તો બસ ફળો છો તમે.

પ્રેમ ના નામે મને છે વેમ માં રાખયો,
આંખ સામે છે બધું તો પણ છળો છો તમે.

કેમ જાણે  છે મને યાદો જરા છેડતી,
શું હવે મારી વ્યથા ને તો કળો છો તમે?

--સંદીપ ભાટીયા

No comments:

Post a Comment