Friday, 23 December 2016

अछांदस

તારા શબ્દોના આલિંગનમાં
મને છુપાવી લે હવે
તારા નસીબની રેખામાં
મને લખાવી લે હવે
ચડતાં ઢળતાં પહોરની
પીંછી મને બનાવી લે હવે
મહોર મારા અધરોની
તારા ગાલે છપાવી લે હવે
સાત સૂર મધૂરા સંગીતના
તારા હોઠોનું ગીત
મને બનાવી લે હવે
નિરખવા મને રોજ ઝંખે તેવું
સુખદ સ્વપ્ન
તારી આંખોનું મને બનાવી લે હવે
ઝાકળ ભીની સવારમાં
તારા શ્વાસોની મહેક
મને બનાવી લે હવે
કહેવાથી ના કહેવાય
છુપાવવાથી ના છુપાય
એવો અમર પ્રેમ દૌહરાવી દે હવે
કોઈ અમર ગ્રંથ નહીં..
પણ તારા જીવનની એક
પ્રેમ કહાની બનાવી દે મને.
ખિલશે ફિઝા તારા આંગણમાં
તારા બાગનું ફૂલ મને બનાવી દે હવે.

કાજલ કાંજિયા 'ફિઝા'
22/12/2016

No comments:

Post a Comment