મધદરીયે માછલાની અશ્રુધારા બોલશે,
કાળજાને ઘાવ બેઠ્ઠા મારનારા બોલશે.
છે જમાનો આંધળો ને બેખબર થૈ તાકતો,
આંખડીમાં ઝેર ઓકી ઓકનારા બોલશે.
કળકળે છે દીલ પાછું કેમ આજે નાનકું,
તાવડીમાં તેલ મૂકી તાપનારા બોલશે.
શું હતું ને શું થવાનું ? છોડ ચિંતા કાલની,
ભીડ જામી આંગણામાં, આવનારા બોલશે.
ઓઢવાનું છે કફન ને છોડવાની દૂનિયા,
એ 'કજલ' તારી કબર ને ખોદનારા બોલશે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment