Sunday, 11 December 2016

ગઝલ

દૂધ પણ ચડે તારા ઉપર ને બિલ્લી પત્રો પણ ચડે,
કૈલાસ પર્વત પર રહે ને ભસ્મ અંગો પર મળે.
.
વધ્યા છે પાપ આ જગ મા'ને બેસી ને તું જોતો રહે,
જો નેત્ર ત્રીજું ખોલી દે સંસાર આખું થરથરે.
.
છે ગુસ્સો તારી આંખ મા ને સ્નેહ પણ એમાં રહે,
આકાશ માંથી ઉતરી જટાથી એ ગંગા વહે.
.
એક હાથ મા ત્રિશુલ રહે એક હાથ મા ડમરું રહે,
શંભુ તને તાંડવઃ ગમે તો પણ તને ભોળો કહે.
.
દેવો થી મોટો દેવ તું હર દેવતા તુજને નમે,
"રાકેશ" હવે તુજ આશરે આ "મિત્ર"નું જીવન તરે.
.
~ રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment