Saturday, 3 December 2016

ગઝ લ

નામ તારું હોઠ પર આવ્યા કરે
એમ ઈશ્વરને ભજાતું હોય તો.

હું અરીસો હું જ એનું બીંબ પણ,
એ બહાને જો મળાતું હોય તો.

ઘાવ આપીને મલમ પણ આપશે,
એમ પણ જાજું જીવાતું હોય તો.

લ્યો ભલે મીંચાઈ જાતી આંખ આ
એમ પણ શમણું સજાતું હોય તો.

આભને જુકવા ફરજ પાડું કહો,
એમ જો ભેટી શકાતું હોય તો.

હાથ આપી હાથમાં કહેજે પછી
જો વચન આપ્યું પળાતું હોય તો.

ચાંદ છે,ને રાત છે ને વાત છે,
એટલું બસ,જો મળાતું હોય તો.

રાહમાં પુષ્પો બિછાવી રાખશું,
એમ જો તમને મળાતું હોય તો.

ઝાડ પર બાંધ્યો હતો માળો અયુ
એ બહાને જો ઉડાતું હોય તો.
ડૉ. અયના ત્રિવેદી
'અયુ'

No comments:

Post a Comment