Thursday, 9 February 2017

ગઝલ

કે ભીનાં ઓસાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?
કે તરસના તાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?

આ સૂકાતાં લૂગડાં છે કે ફરકતા સઢ હશે ?
ઠેઠ ફળિયે વહાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?

સામસામા તૂટતા કાંઠા સમા બે શ્વાસના,
જીવલગ ધોવાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?

વીજ ચમકી, મેઘ ગાજ્યા સાવ ઉપરવાસમાં,
તોય ના ઓસાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?

નામ-નકશો, ગામ-ટીંબો, ઠામ-ઠેકાણું ન કંઈ,
પૂરનાં પરિયાણ આવ્યાં કે નદી વચ્ચે છીએ ?

–બાપુભાઈ ગઢવી

No comments:

Post a Comment