આ ઢળતી સાંજે
***************
પ્રીતમ લખલાણી
***************
ને'એક સવારે
સ્વાધિનતાનો ઝાકળ ભીંનો સૂર્ય્
ખોબો એક આશાનો ગુલાલ લઇને ઉગ્યો
મનમાં હતા કેટલા નવા ઉંમગો!
આવતી કાલે ગામ વચ્ચોવચ હશે
અમારું પણ સુંદર્ મજાનું એક ધર
ભરી શકશુ અમે પણ ગામને કૂવેથી
અમારે હાથે બેડું એક પાણી
ને સમી સાંજે
ચોરાની રણકતી ઝાલરે
બહાર નહી પણ અંદર ઉભા હશુ
બે હાથ જોડીને ઠાકોરજીની સામે...
સાડા છ દાયકા બાદ
અમારા સ્વપ્નો તો ઉભા છે
આજે પણ હતા ત્યાના ત્યાં જ્
નથી અમારું ગામમાં કયાંય ધર?
નથી ભરી શકતા ગામના કૂવેથી બેડુ એક પાણી
કયાં છે?
અમારા બાળકોના ભાગ્યમાં
ગામના બીજા બાળકોની જેમ
કોઈ રૂપાળી શેરી
રમે છે,ભમે છે
અમારા ગ્ંદા આંગણામાં
બસ અમે તો ખોડાઈ ગયા છે જીવતા જીવ
ગામના જાંપે એક પાળિયાની જેમ
પણ પાળિયા તો છે ભાગ્યશાળી કે
વાર તહેવારે પામે છે દીવાનો અજવાસ્
ને'અમે તરસી રહ્યા છે યુગોથી ચપટીક એક ઉજાસ
No comments:
Post a Comment