Sunday, 25 December 2016

ગઝલ

થાપ ખાઈ એ હવે બેઠો હતો,
એકલા ને મૂકી જો દીધો હતો.

કોઈનું ના માનતો જાલિમ રહ્યો,
દર્દ પણ ભીતર તણો રીઢો હતો.

કેમ જાણી શક્યું ના આ હ્રદય?
પ્રેમ કાયમ પારકે કીધો હતો.

આ ખુદા પણ સાવ ખોટો કેમ છે?
મંદિરે ભગવાન પણ જુદો હતો.

છેતરી જાશે જગત જો આખરે,
આપણો 'આભાસ' તો ભોળો હતો.

-આભાસ

No comments:

Post a Comment