ઝાડ-પાનનાં સંબંધનું ગીત....
પાંદડું રે બાઈ પાંદડું,
આજ મેં જોયું પાંદડું લીલુ-પીળું થાતું ઝાડવા ઉપર....
ઝાડવું ખાલી અમથું ઝોળો ખાય એમાં છે કેટલી બધી પાંદડા માટે પ્રીત,
પાદડાંને જઈ સમજાવો કે ઝાડવું કહે કડવું એમાં પાંદડાનું છે હીત..
અમથી આછકલાઇ બતાવી શીળું થાતું ઝાડવા ઉપર
ઝાડવું કરે જેટલું એના મૂળમાં તો બસ પાંદડું ખાલી પાંદડું એની ચીસ,
ઝાડવાં ઉપર તેમ છતાં પણ પાંદડું કરે કેમ રે આવી સાવ રે ગાંડી રીસ ?
જાણવા છતાં પાંદઙું શાને પીળું થાતું ઝાડવા ઉપર.
-અનિલ વાળા
No comments:
Post a Comment