રેખા રચી કેવી સનમ , નજરો થકી નયન સુધી,
નજરો થકી વ્હેતી કરી, પ્હોંચી દિલો ચમન સુધી .
તરસી નજર શોધી રહી વરસો સુધી છબી મળી ,
જાણે મળી, કેવી ઝલક પ્હોંચી કમલ વદન સુધી.
ખોબે ભરી સઘળી ખુશી હર આંગણે ઘુમી વળી,
કેડી મળી સુંદર મળી પ્હોંચી જવા ભવન સુધી.
વાચા હતી ના શબ્દ કેરી આશ પણ જરા હતી ,
કેવી મળી જાણે કલમ પ્હોંચી ગઝલ કવન સુધી.
ઘમરોળતી ભીતર વલોણે ઝંખના લઈ બધી,
પીડા બધી ચિંતન બની પ્હોંચી ગહન મનન સુધી.
જાણે નદી સાગર તણી શું વેદના મહીં ભરી,
આહો બધી ઊની થઈ પ્હોંચી ધરા ગગન સુધી.
આકાશની આંખો થકી જે આહ વરસતી રહી,
થૈ પ્રીત ની મીઠી ઝડી પ્હોંચી સખી ગવન સુધી.
' દાજી'
ગઝલ સ્પર્ધા માં મારી ગઝલ.
Wednesday, 21 December 2016
ગઝલ
Labels:
દાજી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment