.........વગર......
આંખની શોભા નથી પાંપણ વગર,
ને નયન લાગે સુના કામણ વગર.
વૈભવી છે ,પ્રેમની બેંકો છતાં,
પ્રીત જગમાં થાય છે થાપણ વગર.
પ્રેમ તૃષ્ણા ભાસતી મૃગજળ સમી,
મન તરસતું મારુ મૃગ થૈ રણ વગર.
આચરે છે દૂષણો સૌ અંધ થઇ,
જાત દેખાતી નથી દપૅણ વગર.
છે વિષેલા સંબંધો જગમાં 'કસક',
વિષ હણાશે નૈ અહી ગળપણ વગર.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment