Monday, 30 January 2017

ગઝલ

ચાલને આ શ્વાસની વ્યાખાયા કરીએ
ને પછી ઉચ્છવાસની વ્યાખ્યા કરીએ

ને કદી જ્યાં પાંખ ફેલાવીને ઉડ્યાં
ચાલ એ આકાશની વ્યાખ્યા કરીએ

ક્યાં ગયો અંધાર એને જાણી લેવા
સુર્યના અજવાસની વ્યાખ્યા કરીએ

શક્યતા છે ડાળ પર ટહુકા ઉગે આજ
ચાલ લીલા ઘાસની વ્યાખ્યા કરીએ

અદિશ

No comments:

Post a Comment