નથી કાલ જોઈતી નથી આજ જોઈતી ,
મને તો બસ, આજ જોઈએ છે,
ધબકતું,શ્વસતું,નાચતું,કૂદતું,ગાતું,કિલ્લોલતું,
સુખ દુ:ખની ઘેલછા છોડી ,
ઈચ્છા,અનિચ્છા,કલ્પના,પરીકલ્પના,
સંતોષ,અસંતોષ,ભોગ,લાલસા,સત્તા,પદ,મોભો,
સતી,વારાંગના,વીરાંગના,નૃત્યાંગના,દેવાંગના,
તપસ્વિની,મૃગનયની .મૃદુભાસીની,રૂપગૌરીતા,
નાં સીતા ના ગીતા,નાં દ્રૌપદી નાં અહલ્યા,
નાં મંદોદરી નાં ગાંધારી, નાં કાળી નાં કલ્યાણી,
નાં રામ નાં રાવણ, ના કૃષ્ણ નાં કંસ,
ઘડી ,પળ, મીનીટ,કલાક ,દિવસ,વર્ષ, યુગ,
સર્વનો ત્યાગ કરી મને જ ઝંખતું,મને જ ચાહતું,
મને જ પોષતું,મને જ સ્વીકારતું,
મારામાં જ રમબાણ મને મારું જ અસ્તિત્વ જોઈએ છે,
બસ! મને આજ (today) જોઈએ છે...
બસ! મને આ જ જોઈએ છે.
અસ્મિતા
No comments:
Post a Comment