Thursday, 26 January 2017

ગીત

દાદાજી કહેતા'તા :કળજગ આવશે ને પાણી પડીકે બંધાશે
આદિકવિઓ ને નહોતી ખબર કે ફેસબુક પર કવિતા લખાશે

રૂપાળો ચહેરો જો પ્રોફાઈલ થાય તો એડ ફ્રેન્ડ માટે બધા દોડે
લખ્યું શું એણે તે જોયા વિના આડેધડ લાઇક ને કોમેન્ટ છોડે
સંભાવનાઓ ભલે ધુંધળી દેખાય તોય મનમાં મનમાં મલકાશે
દાદાજી કહેતા'તા :કળજગ આવશે ને પાણી પડીકે બંધાશે

ગુગ્લીશ,હિંગ્લીશ ઠપકારો કંઇ પણ પ્રાદેશીકતાની છાંટ નાંખો
મુન્ની -ચમેલી શીલા સાચવીને મીરાં શબરીને હાંસિયામાં નાંખો
દસબાર પાળેલી લીંક પર ટેગ કરી વાહ વાહને ઉઘરાવાશે
આદિકવિઓ ને નહોતી ખબર કે ફેસબુક પર કવિતા લખાશે
----------પ્રકાશ પરમાર

No comments:

Post a Comment