અવાજ એ જ પણ આજે આ દર્દ કાં?
વિરહ નથી તોય આજે આ અશ્રુ કાં?
યાદ ઝળકે કોઈ અનેરી ભીતર માં,
મુખ પર રહેતું સ્મિત આ ગાયબ કાં?
લાંબી છે આ રાત એકલવાયી,
ગમતીલું સ્વપ્ન આજે આવશે જ કાં?
શીદ દેખાયું મુરજાયેલું એ ફૂલ
ઝાકળ હશે પ્રભાતે , પણ ફૂલ કાં?
મચ્યો અલગારી આ આહલેક માં
ગઝલ કે કાવ્ય લખું ફરી આજ કાં?
અલગારી. 26.1.2017
No comments:
Post a Comment