હાઇકુ
૧) માલતી પુષ્પો
ડોલી રહ્યા ઝરુખે
ભામિની સંગે.
૨) દુંદુભી વાગ્યા
પુષ્પવર્ષા વરસી
ઇન્દ્રનો જય
૩) સલોની સાંજ
બાંકડો ઝગમગે
રવિની સંગે .
૪) ત્રિપથગા છે
પાવન કરનારી
વધાવો એને .
૫) મિથિલાપતિ
હળે જોતરાયા છે
હવન કાજે .
૬) અનનુભૂત
આકર્ષણ ઘેરાયું
સીતાની આંખે .
૭) થીજી ગયો છે
પ્રેમ ઠીકરામાં લે !
તાપણું કર .
૮) પડખા ફરે
રોજ રાત્રે સપના
વિરહિણીનાં .
૯) ગુલાબ ઉગે
રોજ મનની ડાળે
સુગંધીદાર
૧૦) લે! શાંતિ આપું
ખોળો પાથરી બેસ
અરીસા સામે
૧૧) રસોન્મતમાં
શરદનો શીતાંશુ
વ્યોમ ગેલમાં
૧૨) ફેંક્યો પથ્થર
નીરવ જળમંહી
વમળો ઉઠ્યાં
૧૩) ભીંગડા વળ્યાં
ઘેનભરી આંખોમાં
ચેહરો ધુઓ
૧૪) ધુણી ધખાવી
બાવો બેઠો માહ્ય્લે
અંગારા ફુંકો
૧૫) ગોધૂલી ટાણું
આભ ધરતી મળે
આભાસી રેખે
અસ્મિતા
No comments:
Post a Comment