Thursday, 26 January 2017

ગઝલ

વ્હેતી  ધીમી  ધારે  ચાલે,
જીવન તો સથવારે ચાલે.

સૌને  સમજો  સાથી સંગી,
અરમાનો  ધબકારે  ચાલે.

લાંબીમનની વાતો વાલમ,
આંખો ના  અણસારે  ચાલે.

ભરતા  ધીમા  પગલાં જાણે,
ધગ ધગતા  અંગારે  ચાલે.

પરીખે   કિંતુ  ટાળે  નાંણે,
વાંધા  ને  પડકારે  ચાલે.

હળતા ભળતા હસતા રમતા,
સમજો તો  સહકારને  ચાલે.

જાણો જગ ની રસ્મો  માસૂમ,
ભવ  ભવના  ઇકરારે  ચાલે.

                 માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment