આપણે જેને બનાવ્યા એજ લડતા થઇ ગયા,
જોઈ અંગો ભીતરે મારા ફફડતા થઇ ગયા.
.
માનવી વાદે કદી તારે હવે ચડવું નહીં
હિન્દૂ મુસ્લિમ જેમ ઉપર પણ રખળતા થઇ ગયા.
.
કાં કરી સરખામણી માનવના અવતારો લઈ,
ને કરોડો ની ગણતરી માં રઝળતા થઇ ગયા.
.
એ જમાના થી વધારે પાપ હમણાં થાય છે,
આજ ઘર ઘર થી અહીં રાવણ નીકળતા થઇ ગયા.
.
"મિત્ર" તું હો સાચમાં તો આવ ધરતી પર ફરી,
નહીતો તારા નામના ઝંડા ઉખળતા થઇ ગયા.
.
રાકેશ રાઠોડ "મિત્ર"
No comments:
Post a Comment